Prem No Rumal Leti Jaje Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, July 31, 2025

Prem No Rumal Leti Jaje Lyrics in Gujarati

Prem No Rumal Song Lyrics Gopal Bharwad Tejal Thakor

પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે લીરીક્સ Prem No Rumal Leti Jaje Lyrics: Song :- PREM NO RUMAL, Singer:- GOPAL BHARWAD - TEJAL THAKOR, Lyrics:- JASHVANT GANGANI, Music:- VISHAL VAGHESHWARI.
 
Prem No Rumal Leti Jaje Lyrics in Gujarati

પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે Lyrics in Gujarati

પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે
હે બદલામાં તું દલડું તારું દેતી જાજે રે
હે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રે
હે..ક્યારે આવીશ જાનુ લઈને  કેતો જાજે રે
હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે
હે..ક્યારે આવીશ જાનુ લઈને  કેતો જાજે રે..

હે..સોળ વરસનું જોબનીયું
હવે જીરવ્યું નાં જીરવાતું
હે..હરતા ફરતા નાં કરીએ
ગોરી મનમાં રાખો વાતું
શું કરું નેણલે નાં આવે નીંદરડી
રાખો લગામ થોડી પ્યારા પાતલડી
હે..મનનાંમાળે ટહુકો મીઠો કરતો જાજે રે
હે ..ક્યારે આવીશ જાનુ લઈને  કેતો જાજે રે
હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે

હે..વાડીના વડલે રેશમનો..
હીંચકો બંધાવું
ઈ વડલા ડાળે સાયબા તારી..
ઢેલડી થઈ આવું
કંસનશી કાય તારો લાખેણો લટકો
ઘેલુ લગાડે તારી આંખ્યું નો મટકો
હે..પાલવડામાં પ્રીતના મોતી બાંધી લેજે રે
હે બદલામાં તું દલડું તારું દેતી જાજે રે..
હે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રે
હે ક્યારે આવીશ જાનુ લઈને  કેતો જાજે રે..
હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે..
હે ક્યારે આવીશ જાનુ લઈને  કેતો જાજે રે..
હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે..
હો ક્યારે આવીશ જાનુ લઈને  કેતો જાજે રે..