Harkhuda Maniti Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, April 17, 2025

Harkhuda Maniti Lyrics in Gujarati

Harkhuda Maniti Song Lyrics Gopal Bharwad

હરખુંડા માનીતી લિરિક્સ ગુજરાતીમાં Harkhuda Maniti Lyrics in Gujarati: Singer: Hopal Bharwad and Hansha Bharwad, Artist: Viyona Patil - Sahid Shaikh, SPECIAL COMPOSED BY: Vishnu Mundhva, Music: Shashi Kapdiya, LYRICS: Kandhal Odedara. 
 
Harkhuda Maniti Song Lyrics Gopal Bharwad

હરખુંડા માનીતી લિરિક્સ ગુજરાતીમાં

હો તારા હરખે હલવાઈ હરખુડા
મને આવું બધું કદી ગમતું ના
શું કહેવું તને સમજુ ના
ઉરમાં ઉઠ્યા છે ઉમંગ પ્રીત્યના
પ્રેમ કર્યો છે કઈ નથી કર્યા ગુના
વાત માને મારી તો હમજુ

હો હૈયે મારા હામ ભરીએ હૈયે વસી ગયો
હા હૈયે મારા હામ ભરીએ હૈયે વસી ગયો હો
જાણે અજાણે કેવું કામ કરી ગયો
મુવે કેવા ભાવે પહેરાયા
હું મારી માનતા ભૂલી ગઈ
હે તુજ સંગ મારો એવો હૃદય મળી ગયો
ઉગાડા પગે જોઈ જીવડો બળી ગયો
એ મેં તો પ્રેમના ભાવે પહેરાયા
એ વાલી ભૂલ થઈ ગઈ

હો પ્રેમ તો જાગ્યો વાલમિયા તારી સંગ રે
કેમ રે પડાવ્યો હો મારી માનતામાં ભંગ રે
હે તું કહેતી હોય તો માતાની માફી માંગી લઉં
તારા માટે હુંય ઉગાડ પગે હાલી લઉં
એ મેં તો ધનના ભાવે પહેરાયા
એ મને ખબર ના રહી
તારા વાલા એ પ્રેમના પહેરાયા
એ મારી ભૂલ થઈ ગઈ

હા નથી પહેરવી તોય શું કામ મોજડી પગે મૂકી
દલમાં રખશે પણ મનડું મારું દુખી
અરે હાલ તારી જિંદગીની મને લાગી રૂકી સુખી
મસ્તક ગયું ઝુકી એટલે મોજડી પગે મૂકી
હો આંસુ આવે આંખે આવી માતાના વાગે
બાધા લઈને તૂટે પાણી હું મોટા પાપે આવે
અરે માલણ મારી ભૂલથી થયેલ પાપને
મારા માથે ઓટી લઉં
નિવારણ માતાનું પળમાં ગોતી લઉં
હે મેં તો પ્રીતના કાજ પહેરાયા
તું આ દલડે વસી ગઈ
હે મેં તો પ્રેમના ભાવે પહેરાયા
એ મારી ભૂલ થઈ ગઈ

પહેરું હો મનમાં સુવે તે મનડું મારું જાણે
ખેલ રચી બેઠો વાલમિયો ખારા ટાણે
માતાની મરજી છે તું માને કે ન માને
આપણાને મળાવ્યા છે મોજડીના બહાને
હો સમજો ઈશારો મે લાખો આ તારો મારો
દલડે લાગે ઘાને આવે માનતાના વિચારો
હા માગુ તારી માફી જો તારા દલડા દુખી ગયા
તારો મારો વાકને આપણે બંને ચૂકી ગયા
હમજો માતાએ પહેરાયા
મન તું રે મળી ગઈ હે
મેં તો પ્રેમના ભાવે પહેરાયા
હે મૂવે કેવા ભાવે પેરાયા
હું મારી માનતા ભૂલી ગઈ 
 

Gopal bharwan Latest Song Lyrics