Lai Jaa Dwarika Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, July 31, 2025

Lai Jaa Dwarika Lyrics in Gujarati

Lai Ja Kanuda Tari Dwarika Ma Song Lyrics Gopal Bharwad

લઇ જા દ્વારકા લીરીક્સ,  લઇ જા કાનુડા તારી દ્વારકામાં લીરીક્સ Lai Jaa Dwarika Lyrics: Singer: Gopal Bharwad, Music: Ravi-Rahul, Lyrics - Govind Bamba Bharwad, Language - Gujarati, Genre: Devotional, Label - Soor Mandir.

Lai Jaa Dwarika Lyrics in Gujarati

લઇ જા કાનુડા તારી દ્વારકામાં Lyrics in Gujarati

લઇ જા લઇ જા કાનુડા તારી દ્વારકામાં
લઇ જા લઇ જા કાનુડા તારી દ્વારકામાં
લઇ જા લઇ જા કનૈયા તારા ધામમાં
મારે આઠે ઓરડા ને નવ ઓસરી
મારી વહુવારુ દીકરી દ્વારકા નીસરી
મારે રાંઘતા પીરસતા વેળા જાય મારા વાલા
લઇજા લઇજા ને તારી દ્વારિકામાં
લઇજા લઇજા સોનાની તારી નગરીમાં કાનુડા

અરે ભૂરી ગાય ના વાછડા ને ભુલા પડ્યા વનવાસ
વેરણ વાગે સે વાગે સે વેરણ વાગે સે
અરે ચેવા તમારા કાનજી શેનો સે એઘોણ
વેરણ વાગે સે વાગે સે વેરણ વાગે સે
કાળા અમારા કાનજી ને મોરલી એ એઘોણ
વેરણ વાગે સે વાગે સે વેરણ વાગે સે

લઇ જા લઇ જા ગોવિંદ તારા ગોકુળમાં
લઇ જા લઇ જા ગોવિંદ તારા ગોકુળીયામાં
મારે સાતે સાઢુ ને નવ નવ ગાવડી
મારે દુઝણે ચાલે ઘરની નાવડી
મારે દોયે વલોણે વેળા જાય મારા કાના
લઇ જા ગોપાલ તારા ગોકુળમાં
લઇ જા લઇ જા કાનુડા તારા ગોકુળીયામાં મને

લઇ જા લઇ જા માઘવ તારી મથુરામાં
મને લઇ જા માઘવ તારી મથુરામાં
મારે પાઘર ખેતર ને વગડે વાડીયુ
ગોવિદ બામ્બા કે દ્વારકાનાથ હાલીયુ
મારે વાવવા લણવા દાડા જાય મારા માઘવ
લઇ જા લઇ જા ને તારી મથુરામાં
મને લઇ જા લઇ જા ને તારી મથુરામાં માઘવ

લઇ જા લઇ જા કાનુડા તારી  દ્વારિકામાં
મને લઇ જા કાનુડા તારી નગરીમાં
મારે સાતે દીકરા ને સાત વહુવારુ
એમના બહુડા ને દુઘ પાણી પાવુ
મારે વહીવટ વહેવાર માં વેળા જાય મારા માઘવ
લઇ જા લઇ જા ને તારા મલકમાં
મને લઇ જા તુ તો દ્વારિકામાં
મને લઇ જા કાનુડા તારા દેશમાં