Me To Sole Sajya Che Shangar Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, February 27, 2025

Me To Sole Sajya Che Shangar Lyrics in Gujarati

Me To Sole Sajya Che Sangar Lyrics Kajal Maheriya

મેંતો સોળે સજ્યાં છે શણગાર લિરિક્સ Me To Sole Sajya Che Sangar Lyrics is penned by Rajesh Solanki and sung by Kajal Maheriya. Me To Sole Sajya Che Shangar is new gujarati love song 2025 of Kajal Maheriya, released by Saregama Gujarati. 

Me To Sole Sajya Che Sangar Lyrics Kajal Maheriya

| મેંતો સોળે સજ્યાં છે શણગાર લિરિક્સ ગુજરાતીમાં |

મેં તો સોળે સજ્યાં છે શણગાર,
તમને બતાવવા
મારા હોઠો પર બસ તમારું નામ,
રહેશે હર હાલમાં
તમારી છું તમારી હું રહીશ મારા સાજણા
જીવવું મરવું છે તમારી સંગાથમા
મેં તો સોળે સજ્યાં છે શણગાર...

દિવસ રે ઉગે ને મુખ જોવું રે તમારું
ખુશ રહો દિન ભર હું કામ કરું મારું
ઘડીક દૂર જાઓ તો પછી મન ના માને મારુ
ક્યારે આવશો પાછા રસ્તો હું નિહાળુ
જો જો કદી મૂકીને ના જતા મારા સાજણા
જીવવું મરવું છે તમારી સંગાથમાં
મેં તો સોળે સજ્યાં છે શણગાર...

હાથોની મહેંદીમાં લખ્યું નામ રે તમારું
તમને બતાવવા મારું હૈયું રે હરખાતું
તમારા આપેલા આજે ચૂડલા લીધા પહેરી
કો તો ખરા હું આજે લાગુ છું રે કેવી
આવો ને આવો પ્રેમ રાખજો મારા વાલમાં
જીવવું મરવું છે તમારી સંગાથમાં
મેં તો સોળે સજ્યાં છે શણગાર...

કાજલ મહેરીયાના નવા ટ્રેન્ડિંગ લખેલા ગીત