Shankar Kahe Tame Suno Parvati Lyrics Dhun
શંકર કહે તમે સુણો પારવતી લીરીક્સ ગુજરાતી Shankar Kahe Tame Suno Parvati Lyrics: Gujarati dhun is sung by many singer and this song is known as dhun performed in temple, mandal and sheri.
શંકર કહે તમે સુણો પારવતી Lyrics in Gujarati
શંકર કહે તમે સુણો પારવતી
તપ ધરવાને જાવા દ્યો
તપ ધરતા એક નારી નિસરશે
ભોળા શંભુના મન હરશે જો
શંકર કહે તમે સુણો પારવતી
તપ ધરવાને જાવા દ્યો
ત્યાં તો તપસ્વીએ ઊંચું જોયું
સામે ભીલડી દીઠી જોઈ
ત્યાં તો તપસ્વીએ ઊંચું જોયું
સામે ભીલડી દીઠી જોઈ
કઈ છો જાતની ને કઈ છો નાતની
કયા પુરુષ ઘેર નારી જો
જાતની છું જોગણ ને નાતની છું ભીલડી
ભીલ પુરુષ ઘેર નારી જો
તારા ભીલને મેલ લટકતો
તને બનાવુ પટરાણી જો
તારા ભીલને મેલ લટકતો
તને બનાવુ પટરાણી જો
તમારે તો શિવજી મોટી જટાયુ
તે દેખીને અમે ડરીએ જો
મોટી જટાયુ દૂર કરાવું
લાલ અંબોડો વળાવું જો
તમારા ગળામાં ભોરીંગ લટકે
તે દેખીને અમે ડરીએ જો
તમારા ગળામાં ભોરીંગ લટકે
તે દેખીને અમે ડરીએ જો
ભોરિંગ સર્વે દૂર કરાવું
ફૂલના હારલા પેરુ જો
તમારે તો શિવજી ગંગા પારવતી
તે દેખી અમે ડરીએ જો
તમારે તો શિવજી ગંગા પારવતી
તે દેખી અમે ડરીએ જો
ગંગા પાર્વતી ને પિયરે વળાવું
તને બનાવું પટરાણી જો
ગંગા પાર્વતી ને પિયરે વળાવું
તને બનાવું પટરાણી જો
શંકર કહે તમે સુણો પારવતી
તપ ધરવાને જાવા દ્યો