Hare Ghaduliyo Chadhav Re Girdhari Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, September 27, 2024

Hare Ghaduliyo Chadhav Re Girdhari Lyrics in Gujarati

Hare Ghaduliyo Chadhav Re Giridhari Lyrics Tran Tali Garba

હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી Hare Ghaduliyo Chadhav Re Girdhari Lyrics: આ ગુજરાતી ગીત ગરબા ગીત તરીકે ઓળખાય છે જે ભગવાન કૃષ્ણ માટે ગવાયું છે અને નવરાત્રી માં ત્રણ તાળી રાસ માં આ ગીત ગવાય છે. 
gujarati tran tali garba lyrics

હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી લિરિક્સ ગુજરાતીમાં  

હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી...
ઘરે વાટ્યું જુએ છે માં મોરી રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા માથાનો અંબોડો રે ગિરધારી...
જાણે છૂટ્યો તેજીનો ઘોડો રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...

તારી આંખોનો ઉલાળો રે ગિરધારી...
જાણે દરિયાનો હિલોળો રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...

તારી નાકડિયાની દાંડી રે ગિરધારી...
જાણે દીવડીએ શગ માંડી રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા હાથની કલાયું રે ગિરધારી...
જાણે સોનાની શરણાયું રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા હાથની હથેળી રે ગિરધારી...
જાણે બાવળ પરની થાળી રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા હાથ ની આંગળીયું રે ગિરધારી...
જાણે ચોળા-મગની ફાળિયું રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા પેટડીયાનો ફંદો રે ગિરધારી...
જાણે પૂનમ કેરો ચાંદો રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા વાંસાનો વળાંકો રે ગિરધારી...
જાણે સરપનો સબાકો રે,
બેડલું ચઢાવ રે ગિરધારી...
 

ત્રણ તાળી રાસ લિરિક્સ