Lili Lemadi Re Lyrics Tran Tali Garba
લીલી લેમડી રે લિરિક્સ Lili Lemadi Re Lyrics: આ ગુજરાતી ગીત લોકગીત તરીકે ઓળખવામાં આવે છે જેમાં કૃષ્ણ ભક્તિ છલોછલ ભરેલી છે. નવરાત્રિમાં ઉત્સવમાં ગરબા રમવામાં ત્રણ તાલી તાલમાં લીલી લેમડી રે લીલો નાગર વેલ નો છોડ ગીત ગાવામાં આવે છે.
લીલી લેમડી રે Lyrics in Gujarati
લીલી લેમડી રે
લીલો નાગર વેલ નો છોડ
આજ મારે આગણે રે,
પરભુજી દાતણ કરતા જાવ,
દાતણ નહિ કરું રે,
કરશુ સીતાજી ને દ્વાર,
લીલી લેમડી રે....
આજ મારે આંગણે રે,
પરભુજી નાવણ કરતા જાવ,
નાવણ નહિ કરું રે,
કરશુ સીતાજી ને દ્વાર,
લીલી લેમડી રે...
આજ મારે આંગણે રે,
પરભુજી ભોજન કરતા જાવ,
ભોજન નહિ કરું રે,
કરશુ સીતાજી ને દ્વાર,
લીલી લેમડી રે...
આજ મારે આંગણે રે,
પરભુજી મુખવાસ કરતા જાવ,
મુખવાસ નહિ કરું રે,
કરશુ સીતાજી ને દ્વાર,
લીલી લેમડી રે....
Lakhela 3 Tali Garba 2024