પ્રેમ રંગ લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 20, 2023

પ્રેમ રંગ લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં

Prem Rang Lagyo Lyrics in Gujarati - Gaman Santhal

પ્રેમ રંગ લાગ્યો Prem Rang Lagyo is latest gujarati romantic song 2023, sung by Gaman Santhal. Prem Rang Lagyo song lyrics is written by Mitesh Barot while music is composed by Mehul Parekh and video song released by K Brothers Lable. 

gaman santhal new love song 2023

પ્રેમ રંગ લાગ્યો Lyrics in Gujarati

હો મારા વાલા એ રસ રે રસાયો
હો મારા વાલા એ રસ રે રસાયો
પ્રીત વર્ષેને પ્રેમ રે ભીંજાયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો
જોઈ રાધાને શ્યામ હરખાયો
સુર વાંસળીનો કેવો રેલાયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો...

હો નેનોમાં શ્યામની છબી
કાનના રૂદિયે રાધા વસી
નેનોમાં શ્યામની છબી
શ્યામની રાધા થઈ પ્રીતને મળી
જોઈ રાધાને શ્યામ હરખાયો
સુર વાંસળીનો કેવો રેલાયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો...

શ્યામ સાગરને રાધા સરીતા
અમર પ્રેમની અમર છે આ ગાથા
હૈયાથી હૈયાની દોર બાંધી કાના
કરજો પુરા કોડ તમે મોહન મળવાના
વાલો વગાડે એવી વાંસળી
વરસાવે પ્રેમની એવી વાદળી
પ્રીત વર્ષેને પ્રેમ રે ભીંજાયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો...

યાદ કરજો રાધા મળશું તમને આવી
પ્રીત કરીયે તો કરીયે રાધા જેવી
કાના તારી લગની રાધાને લાગી
પગલી દીવાની થઇ રાતો આખી જાગી
આંખોથી ના દુર રે થઈશું
શમણે વાલી તમને મળશું
મારો વાલો મને મળવાને આયો
તારો વાલો રાધા મળવાને આયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો...
 

ગમન સાંથલ ના નવા ગુજરાતી લવ સોંગ લિરિક્સ ૨૦૨૩

4. Ram Jane