Narayan Swami Bhajan Sakhi Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, January 22, 2023

Narayan Swami Bhajan Sakhi Lyrics

નારાયણ સ્વામીની સાખી | Narayan Swami Sakhi Lyrics

નારાયણ સ્વામીની સાખી Narayan Swami Sakhi Lyrics: નારાયણ સ્વામી દ્વારા અનેક ગુજરાતી ભજન સંતવાણી ગીતો ગવાયેલા છે જે આપણને સાંભળવા ખૂબ ગમે છે, તેઓ પોતાના ભજનની શરૂઆત કરતા પેહલા સાખીઓ ગાય છે, જે તમે નીચે વાચી શકો છો.
 
Narayan Swami Sakhi Lyrics

નારાયણ સ્વામીની સાખી Lyrics in Gujarati

એ માટી કહે કુંભારને
પણ આમતો ખુંદિશ મુજને
પણ એક દી એવો આવશે
અરે રે જેદી હું ખૂંદી નાખીશ તુજને

ભક્તિ કરે પાતાળ મે
પ્રગટ હોય આકાશ
દાબી ડુબી નાં રહે
કસ્તુરી કી બાસ.

રામ જપે અનુરાગ સે
સાવ દુખડા રે ધોઈ
વિશ્વાસે તો હરિ મિલે
લોહા ભી કંચન હોય
રામ ના ભૂલે બાપડા
જે શિર છત્ર પળોય
કર જીવ હાલો સંત શ્રવણ
દિયો ના આપે કોઈ

સરસ્વતી સ્વર દિજીયે
ગણપતી દિજિયે જ્ઞાન
બજરંજી બલ દિજિયે
સદગુરુ દિજિયે સાન

જ્ઞાન કથીર ગાડા ભરે
પણ જ્યાં સુધી અંતરનો
મટે નહિ વિખવાદ
કબીર કહે કડછા કંદોઈના
કોઈ દિ ન પામે સ્વાદ

ચિંતા વીઘન વીનાશીની
કમલા સહ ની સકત.
વીસહથી હંસ વાહીની
મને માતા દે હો સમત
અરજ સુણી ને
અમ તણી હે ભગવતી

ભક્તિ કરે પાતાળ મે
પ્રગટ હોય આકાશ
દાબી ડુબી નાં રહે
કસ્તુરી કી બાસ

એક બિલી પત્રમ એક પુષ્પમ
એક લોટા જલકી ધાર
દયાલુ ઈનકે સાથ હૈ
ચંદ્રમૌલી ભરથાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ
જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ,
કૃપાસિંધુ કૈલાસ

કર્મ પ્રધાન, વિશ્વ કરી રાખા,
જસુ કરની કર, તસુ ફલ દાખા
રઘુકુલ રીત સદા ચાલી આઈ,
પ્રાણ જાય પર બચન ન જાય

કેશવ કહી કહી સમરિયે
નવ સોઈએ નિર્ધાર રાત દિવસ
કે સમર્ણે કબ હું ક લગે પુકાર
નામ સમો વળકો નહિ
જપ તપ તીરથ જોગ
તારે નામે પાચક
છૂટીએ નામે નાસે રોગ

જેમ જેમ જીવ છૂટવા ઉપાય કરે
એમ તો ડબલ બંધાય
આપ બળે છૂટે નહિ
જો ન છોડાવે ત્રિભુવન નાથ
    
જ્યાં જાગે ત્યાં રામ જપ
સૂતાં રામ ને સંભાળ
ઉઠત બૈઠત આત્મા
ચાલંતા ચિતાર

રામ જપે અનુરાગ સે
સબ દુખડા રે ધોઈ
વિશ્વાસે તો હરી મિલે
લોહા ભી કંચન હોય

નારાયણ રા નામ સુ
લોક મરત હૈ લાજ
બુડેલા બુધ બાયરા
જલ બીચ છોડ જહાજ

સદગુરુ ગણપતિ શારદા
ત્રણેય નમન કરવાના સ્થાન
ચરણે ગયે સુખ આપશે
પૂરે હૃદય ની હામ

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે
ગુરુ બિન મિટે ન ભેદ
ગુરુ બિન સંશય ટળે નહિ
ભલે વાચિલે ચારો વેદ

ગુરુ મિલા તો સબ કુછ મિલા
ઔર મિલા નહિ કોઈ
શ્રુત દારા ઔર લક્ષ્મી
વોતો પાપી જનકે ઘરમે ભી હોય

સદાય ભવાની સહાય રહો
સન્મુખ વસો ગણેશ
પંચદેવ મળી મારી રક્ષા કરો
ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ

ભાગ્ય બડા તો રામ ભજ
વખત બડા કછુ દેહ
અકલ બડી તો ઉપકાર કર
માનસ જન્મ સફળ કરલે

સંત મિલન કો જાઈએ
તજ માન મોહ અભિમાન
જ્યો જ્યો પાવ આગે ધરે
કોટિ અગ્ન સમાન

હે ઈશ્વર તુ એક છે
તે ખૂબ ઘડ્યો સંસાર
પૃથ્વી પાણી પર્વતો
ખૂબ કીધો શણગાર

આ જગત માં જન્મીને કહો
સત્કર્મ તમે સા સા કર્યા
પાપ તેમજ પુણ્ય ના ભાથા કેટલા ભર્યા
જવાબ પડશે આપવો જ્યારે
ત્યારે કાટાની માફક ખૂચસે
યાદ રાખજો એ પ્રશ્નો પ્રભુ તમને પૂછશે

કેમ કે રહ્યા ન રાણા
રાજીયા આ દુનિયામાં
સુરનર મુનિવર સમેત
તુતો તરણા તુલ્ય છે
માટે ચેત નર ચેત