Gujarati Bhajan Sakhi Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, January 22, 2023

Gujarati Bhajan Sakhi Lyrics

ગુજરાતી ભજનની સાખી | Gujarati Sakhi Lyrics

ગુજરાતી ભજનની સાખી Bhajan Sakhi Lyrics: ગુજરાત મહાન સંતો, સાધુઓ અને મહંતોની ભુમી છે. તેમના દ્વારા જીવન વિશે અને પ્રભુ ભક્તિ વિશે અનેક સંતવાણી ભજન ગવાયેલા છે. આ ગુજરાતી ભજનની શરૂઆત કરતા પહેલા સાખી ગાવામા આવે છે. 

Bhajan Sakhi Lyrics

ભજનની સાખી Lyrics in Gujarati

આગ લગી સંસાર મેં,ખનખન ઝરે અંગાર;
ઉઠ કબીરા દુર, જગત હૈ કંસાર.
 
બાત બડી હૈ અટપટી,ઝટપટ લિખે ન કોય;
જો મન કી ખટપટ મિટે, ઝટપટ દર્શન હોય.
 
એક જરા સી બાત પર, બરસોં કે યારાના ગયે;
લો ચલો  અચ્છા હુઆ, કુછ લોગ પહેચાને ગયે.
 
રહિમન ધાગા પ્રેમ કા,મત તોડો ચટકાય;
તૂટે સે પુનિ ન મિલે, મિલે ગાંઠ પડ જાય.
 
કબીરા યહ મન લાલચી,સમજે નહીં ગંવાર;
ભજન કરને કો આલસી, ખાને કો હોશિંયાર.
 
ભજન કર ભજન કર નિત્ય નિજ નામ કો,
સમય વહી જાય તને શરમ નાવે;
નુર કા નુર હૈ તેજ કા તેજ હૈ,
પ્રેમની જોત તું પરણ પાવે.
 
શબ્દ કા દેહ હૈ સુરત કર સમરણી,
પુર્વના પુન્ય કોઇ પુરૂષ પાવે;
સદગુરૂ શબ્દોમાં રહ્યો લવલીન તો,
આઠો પહોર આનંદપાવે.
 
ત્રિવિધ તાપ તો નિકટ આવે નહીં,
કરે જમ જોર તો લાત ખાવે;
સવો સદગુરૂના ચરણ પ્રતાપથી,
નિશદિન નુરમાં નુર લાવે.

જબ તુમ આયે ઇસ જગત મે
જગ હસે તુમ રોય
ઐસી કરની કરકે ચલો
તુમ હસો જગ રોય

કેમ કે ચીઠ્ઠી ફાટશે ઉપરવાળાની
તેદી વેળા થશે જવાની
સગા સબંધીઓ સાથે મળીને
ચમચી પાણી પાવાની

લોટ પાણીનો લાડવો કરશે
પણ વેળા હસે નહિ ખાવાની
પાચ પચીસ ભેળાં મળી
અને ઉતાવળ કરશે કાઢી જવાની

પછી લાકડા ભેળો તને બાળી દેશે
ઉતાવળ હસે એને નાવાની
અને હાડકા તારા રહી જશે
રાખતો ઉડી જવાની

બાર દિવસ તારી મોકાણ કરશે
પછી આ દુનિયા લાડવા ખાવાની
એ સ્વાર્થ ની સગી છે આ દુનિયા
તને ઘડીકમાં ભૂલી જવાની

ઘણા મૂર્ખાઓ એમ સમજે છે
મારા વિના ચાલે નહિ આ સંસાર
રામ અને કૃષ્ણ જેવા ચાલ્યા ગયા
તોય ચાલે છે સંસાર

નવ નવ ગ્રહોને ઢોલિયે બાંધી
જે સૂતો હતો સોળ તાણી
એ ખબર હતી નહિ લંકેશ ને
મૃત્યુ કરશે એની ઉઘરાણી

રહેમ ખાવી ગમતી નથી
ગરીબોની તવંગરને
ઉજળ થાસે આ ફૂલવાળી
એની ખબર નથી બંદરને

મરે છે દોશી કે નિર્દોષ
એની ખબર નથી ખંજરને
એમા બધું છોડીને જવું પડશે
એની ખબર હતી નઈ સિકંદરને

પંજા લાગ્યા પિયુ તણા
પોગ્યાં ના પરિયાણ
કાળ જળમાં વ્યાપી રહ્યો
એક અવિગત પુરુષ અનામ

પહેલો નામ પરમેશ્વરો
જેને જગ માંડ્યો જોય
નર જે મૂરખ સમજે નહિ
હે મારો હરી કરે સો હોય

સતગુરુ ની દયા વિના
પ્યારા સપને મળે નહિ સત્સંગ
જો પૂરણ દયા હોય મારા ગુરુદેવની
તો તો ચડે ભક્તિનો રંગ

સરસ્વતી માતા સ્વર દીજીયે
ગુણપતિ દીજિયે જ્ઞાન
બજરંગી મહાબળ દિજીએ
મારા સતગુરુ દિજીયે સાન

નારાયણ ના વિસારિયે
નિત પ્રત લીજે નામ
જો લાભે મનુસાજનમ
કીજીયે ઉત્તમ કામ

નામ સમો વળખો નહિ
જપ તપ તીરથ જોગ
નામે પાતક છૂટશે
નામે નાસે રોગ

આયુષ નીરતન અંજલિ
ટપકત શ્વાસો શ્વાસ
હરી ના ભજન વીણ જાત હૈ
અવસર ઈશર દાસ

છાયા બડો ધણી
તુજસે બડો નહિ કોઈ
તું જેના સિરપર હાથ ધરે
વો જુગ મે બડો હો જાયે

પ્રીતમ તુમ દરિયા હો
મૈ અવગુણ કી જહાજ
અબકે પાર ઉતાર દિયો
પાવ પડું તોરે આજ

પ્રીતમ ધાગા પ્રેમ કા
મત ખીચો તુટ જાય
લાખ કરે કોશિશ લેકિન
બિચમે ગાંઠ રહે જાય

દર્દ જે હોય છે દિલમાં
આવી બહાર બોલે છે
રહે જો મૌન આંખો તો
અશ્રુ ધાર બોલે છે

ફકીરી હાલ જોઈને
પરખ કરસો નહિ નાઝિર
જે સારા હોય છે એનાતો
સંસ્કાર બોલે છે

હંસ હતા તે હાલ્યા ગયા મરીને દીધા માગ;
અભાગી જીવ અનેક છે, કુટીલ હરદાના કાગ,