Sarve Sakhi Jivan Jova Lyrics | Bhumanand Swami Kirtan
સર્વે સખી જીવન જોવાને ચાલો રે, Sarve Sakhi Jivan Jova Lyrics in
Gujarati: is old Swaminarayan Bhajan lyrics by Bhumanand Swami.
સર્વે સખી જીવન લિરિક્સ ગુજરાતી
સર્વે સખી જીવન જોવાને ચાલો રે,
શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે...
એની શોભા મુખે વર્ણવી ન જાય રે,
જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે...
રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,
છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે...
મળ્યાં આવે મહામુનિનાં વૃન્દ રે,
તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ રે...
શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે રે,
નૃત્ય કરે નારદ વીણા બજાવે રે...
નિજ સખા ચમર કરે લઈ હાથ રે,
આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે...
Sarve Sakhi Jivan Jova Lyrics in English
Sarve sakhi jivan jova chalo re
Sherdiyu ma aave latkanto laalo re…
Eni shobha mukhe varnavi na jaay re
Jene nigam neti neti kari gay re…
Roje ghode rajeshwar biraje re
Chhabi joi kotik kandarp laaje re…
Malya aave mahamuni na vrund re
Tema shobhe tare vintyo jem chand re…
Shuk sankaadik uttam jash gave re
Nrutya kare naarad vina bajaave re…
Nij Sakha chamar kare lai haath re,
Aa jo aavya bhumanand na naath re…
Swaminarayan na Nava Kirtan Pad
Online
Mp3 of Sarve Sakhi Jivan Jovne