Kaushalya Na Kuvar Tamari Aarti Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, September 14, 2021

Kaushalya Na Kuvar Tamari Aarti Lyrics

 Shri Ram Aarti Kausalya Na Kuvar Tamari Lyrics

કૌશલ્યાના કુંવર તમારી આરતી લિરિક્સ ગુજરાતી, Kaushalya Na Kuvar Tamari arti lyrics  traditional sung by Praful Dave. Shree Ram Devotional Song Lyrics and Mp3.
 
image of shri ram aarti kausalyana kuvar tamari lyrics

Kausalya Na Kuvar Tamari Lyrics in Gujarati

કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે,
ચરણ તણુ ચરણામૃત લઇને, પ્રેમે પાય પખાળુ રે.
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
 
સરયુ જળથી સ્નાન કરાવું (2), તિલક કરું રૂપાળું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
અંગે ઉત્તમ આભુષણને,નયનોમાં કાજળ કાળું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
 
કેડ કટારી ધનુષધારી (2), રઘુવીરને શણગારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
અહલ્યા થઇને પડું ચરણોમાં,તન મન ધન ઓવારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
 
કાગ મુનિનું રૂપ લઇને (2), રાઘવને રમાડું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
શબરી થઇને વ્હાલા સામે બેસી બોર જમાડું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
 
મંગલમૂર્તિ રામની જોઇને (2),  અતંરમાં હરખાવું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
હનુમાનજીના રામ તમારી,આરતી રોજ ઉતારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે
 

Hits Gujarati Aarti Lyrics

 

Kaisalya Na Kuvar Tamari Lyrics in English

Kausalya na kuvar tamaari aarti utaaru re
Charan tanu charana mrut laine,
Preme pay pakhaalu re,
Kausalya na kuvar tamaari… 
 
Sarayu jal this naan karaavu….2
Tilak karu roopalu re,
Kausalya na kuvar tamaari…
Ange uttam aabhushan ne
Nayano ma kaajal kaalu re
Kausalya na kuvar tamaari…  
 
Ked kataari dhanush dhaari….2
Raghuvir ne shangaaru re
Kausalya na kuvar tamaari…
Ahalya thaine padu charan ma,
Tan man dhan ovaaru re,
Kausalya na kuvar tamaari… 
 
Kaag muni nu rppo jaine…..2
Raaghav ne ramaadu re,
Kausalya na kuvar tamaari…
Shabari thaine vhaala same,
Besi bor jamaadu re,
Kausalya na kuvar tamaari… 
 
Mangal murti ram ni joine…..2
Antar ma harkhaavu re,
Kausalya na kuvar tamaari…
Hanumanji na ram tamaari,
Kausalya na kuvar tamaari
Kausalya na kuvar tamaari… 
 
Download File