My Dear Kagda Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, April 2, 2025

My Dear Kagda Lyrics in Gujarati

Dear Kagada Lyrics Song Gopal Bharwad

ડિયર કાગડા લિરિક્સ Dear Kagda Lyrics song is sung by Gopal Bharwad and Hansha Bharwad and written by Ramesh Vachiya, Kandhal Odedara. My Dear Kagda is new love song of Gopal Bharwad and music is composed by Shashi Kapadiya.

Dear Kagada Lyrics Song Gopal Bharwad

ડિયર કાગડા લિરિક્સ ગુજરાતીમાં

સજી તમે સોળે શણગાર આવો મારા દિલડાને દ્વાર
પેરો મારા પ્રેમનો પૈયાર હો ગોરી રે
વિચારીને દઈશું જવાબ હમણાં ના જોશો રે ખ્વાબ
થોડો મને સમય આલો ને ઓ પિયુજી રે
હે લાલ ઓઢણું ઓઢીને ઘેર આ આવો
હે લાલ ઓઢણું ઓઢીને ઘેર આવો
મને આમ કા સતાવો આટલું મારું માનો
બનો મારી કોયલડી રે
હે મીઠી વાતો એ અમે ના ભોળવાશું
ના વાત તમારી માનશું
ભોળવી વિના બાને ચડશું
કાગડો હાલ્યો કોયલ મારવા રે
હો દિલદાર તમે મળ્યા
માટે દલડા અમે ખોલ્યા
બાકી સસતા નથી માન પાન
હો જોયા ઘણા તમારા જે એવા
ચૂપ રેજો મારા રોયા
તમે બીજી ગોતીને આગળ વધજો
કુવા કાંઠાના દેડકા રે
કુવાના દેડકા રે કુવાના દેડકા રે

હો દિલ મારે દેવું છે કેમ નથી માનતા
હાચા મારા પ્રેમને કેમ નથી જાણતા
આ સખીઓ કહે છે મને રેજો તમે જાગતા
તૂટી જાશે દુતારા ભરોસો ના રાખતા
હો તમે ક્યો કરી દેવું ના માનો જેવું તેવું
ક્યો તો કાલે જોડાવું જાન
પેલા બોલે બધા મીઠું પછી ખૂલે એમનું ચીઠું
નહીં કરો મારા કીધું હું તો જાણું છું રે બધુ
ડીયર કાગડા રે અરે ડીયર કાગડા
ઓ માય ડીયર કાગડા

હો હાચા મારા પ્રેમના લવશું પરમાર
જીવની જેમ રાખશું તમને મારી રે જાન
હો તારી સાથે રહેવાના ઘણા મને અરમાન
બીક મને લાગે ના વાગે જુદાઈના બાણ
હો લઈ હાથોમાં હાથ દઉં જિંદગીનો સંગાથ
કદી ભીંજવા ના દઉં તારી આંખ
હો હજાર કાગડા વચ્ચે હંસ થઈ રેજો
તમે કીધું મારું ફરજો બોલીના તમે ફરજો
મારા કાલા ઘેલા કાગડા રે
કર્યો ભરોસો કાગડા બની રહેજો તમે હંસલા રે