Have Pacha Valo Song Lyrics Gopal Bharwad
હવે પાછા વળો લિરિક્સ Have Pacha Valo Lyrics song sung by Gopal Bharwad and written by Ramesh Vachiya. Have Pachha Walo is new gujarati love song of Gopal Bharwad and music is given by Shashi Kapadiya.
હવે પાછા વળો લિરિક્સ ગુજરાતીમાં
હે ગાંડી ગાંઠ્યું ના વાળો હવે પાછા વળો
આમ લાજૂ રાખી બોલો તમે દલ માં ના દાજો
ગણી ને ગાંઠ ના વાળો હવે પાછા વળો
આમ લાજૂ રાખી બોલો તમે ફર્યું ફર્યું ના બોલો
હે અવળા સવળા બોલે છે તું બોલ
એ સીધા મારાં દિલ માં વાગે છે
હે અવળા સવળા બોલે છે તું બોલ
એ સીધા મારાં દિલ માં વાગે છે
ઢોલિયા ઢળાવું અંતરની ઓરડીયે
રંગ લાગ્યો તારી પાઘડીયે
ઢોલિયા ઢળાવું અંતરની ઓરડીયે
રંગ લાગ્યો તારી પાઘડીયે
હે આવા મીઠાં બોલતી પેહલા બોલ
હવે કડવા વેણ દિલ માં વાગે છે
હે અવળા સવળા બોલે સે તું બોલ
એ સીધા મારાં દિલ માં વાગે છે
એ સીધા મારાં દિલ માં વાગે છે
હોં સોના થી મઢયા હીરા થી વીટ્યા
ખોટ્યું સુ પડ્યું તમે અવળું બોલ્યા
તરસ્યો છું સાજણા તારા આ પ્રેમ નો
તમે આવું કરશો તો આ પ્રેમ સુ કામ નો
લજ્જા મેલી ને હવે થઇ જા મારી ઘેલી
મીઠાં વેણ બોલ જીવલી
લજ્જા મેલી ને હવે થઇ જા મારી ઘેલી
મીઠાં વેણ બોલ જીવલી
હોં થાકી ગયો હું જગ ના આ ટોળાં મા
સુવા દે મને તારા ખોળા માં
મીઠાં મીઠાં બોલી દે બે બોલ
તારા બોલ તારા ગોવાળ ને ગમે છે
હોં પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ને કાજે
કાળજે તેલ રેડાય તમે બોલો નઈ આજે
ઘર સંસાર માં બધું હાલ્યા કરે
ઘર ના વાસણ તો ઘર માં ખખડે
મનગમતી મટકાળી સાંભળ ઓ લટકાળી
માની જાવ મારી વાતડી
એ હવે થાક્યો હું મનાવી આજ
તમે ના બોલો તો તમને રામે રામ
હવે તું મીઠાં બોલજે રોજ બોલ
તારા બોલ આ ગોપાલ ને ગમે છે
તારા બોલ તારા ગોવાળ ને ગમે છે