Zino Zino Ma Zinjavo Re Lyrics Tran Tali garba
ઝીણો મા ઝીંઝવો રે લિરિક્સ Jino Jino Ma Jinjavo Re Lyrics: આ ગુજરાતી ગીત માતાજીના ગરબા તરીકે ઓળખાય છે અને નવરાત્રી ગરબામાં ત્રણ તાલી તાલમાં આ ગીત ગાવામાં આવે છે.
ઝીણો મા ઝીંઝવો રે Lyrics in Gujarati
ઝીણો મા ઝીંઝવો રે,
ઝીણી શિયાળાની રાત,
અંબા તું મોરી માવડી રે,
રમવા આવોને રાસ.
આસોના ઉજળા દા'ડા આયા,
માડીના રથના ઓરા આયા
વેલેરા આવ મોરી મા,
આંગળે પધારો મોરી મા.
શ્રીફળ ને ચૂંદડી માની લાયા,
માડીની માંડવી સંગે લાયા
વેલેરા આવ મોરી મા,
આંગળે પધારો મોરી મા.
સિંહની સવારીએ માડી આવ્યા,
ચોસઠ જોગણીઓ સંગે લાવ્યા.
ભલે પધાર્યા મોરી મા,
ખમ્મા પધાર્યા મોરી મા.
આરા તે સુરના ચોકે આયા,
આકાશદેવ સહુ જોવા આયા.
ભલે રમે મોરી મા,
અમને ગમે મોરી મા.