Mare Ghare Dikari No Avatar Lyrics Gujarati 2024 - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, June 11, 2024

Mare Ghare Dikari No Avatar Lyrics Gujarati 2024

Mare Gher Dikari No Avatar Lyrics Kartik Chauhan

મારે ઘરે દીકરીનો અવતાર Mare Ghare Diakri No Avatar Lyrics song sung by Kartik Chauhan and written by Lakhubha Sarvaiya, Kartik Chauhan. Mara Gher Dikri No Avatar is new mogal maa gujrati song 2024, music is composed by DJ Kwid and video song released by Kudrat Music.

મારે ઘેર દીકરીનો અવતાર Lyrics in Gujarati

મોગલ દેખાય આઈ મોગલ દેખાઈ
મારી માવડી દેખાઈ

મારે ઘેર લક્ષ્મીનો અવતાર
મારે ઘેર લક્ષ્મીનો અવતાર
મારે ઘેર દીકરીનો અવતાર
લાડકડીને જોવું જ્યારે જ્યારે
મારી દીકરીને જોવું જ્યારે જ્યારે
ત્યારે સામે મોગલ દેખાય
મને તો માં મોગલ દેખાય

એની કુમ કુમ કુમ પગલી જોઈ હૈયું હરખાય
એના જાંજરના જણકારે આતમ ટાઢો થાય
પાસે આવી બોલે બાપુ ત્યારે હરખ ના સમાય
આખા દાડાનો થાક મારો પળમાં ઉતરી જાય રે
હે મારી ઢીંગલી ને જોવું જ્યારે જ્યારે
લાડકડીને જોવું જ્યારે જ્યારે    
ત્યારે સામે મોગલ દેખાય
મને તો માં મોગલ દેખાય

એની કાલી ઘેલી વાત સાંભળવા મન મારુ લલચાય  
કાઈ દુખ એને થાય તો મારાથી ના જીરવાય
આંખ બંધ કરી નામ મોગલ મોગલ જ્યાં લેવાય
બધા દુખ ભાગી જાય સુખની છાયણી નખાય રે
સ્મરણ કરું મોગલ માનું જ્યારે
એનું ધ્યાન ધરું હું જ્યારે જ્યારે
ત્યારે સામે મોગલ દેખાય
મને તો માં મોગલ દેખાય