Namu Ganesha Namu Hanumanta Bhajan Lyrics in Gujrati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, September 20, 2023

Namu Ganesha Namu Hanumanta Bhajan Lyrics in Gujrati

Namu Ganesha Namu Hanumanta Lyrics Ganpati Song

નમું ગુણેશા નમું હનુમંતા લિરિક્સ ગુજરાતીમાં: Namu Ganesha Namu Hanumanta song lyrics by traditional and sung by many gujrati singer. This Ganesh Bhajan has sung has dhun, geet and ganesh chaturthi song in live programme.

Namu Ganesha Namu Hanumanta Lyrics

નમું ગુણેશા નમું હનુમંતા Lyrics in Gujarati

નમું ગુણેશા, નમું હનુમંતા,
એ બે દેવોમાં કોણ બળવંતા

ગણેશજી કહે છે મારે રિધ્ધી સિધ્ધી નારી
હનુમાનજી કહે છે હું તો બાળ બ્રહમચારી
નમું ગુણેશા…….

ગણેશજી કહે છે મને ફુલ ચઢે તાજાં
હનુમાનજી કહે છે મને આંકડાની માળા
નમું ગુણેશા………

ગણેશજી કહે છે મને ચૂરમાના લાડું
હનુમાનજી કહે છે મને તેલ ચઢે ટાઢું
નમું ગુણેશા………

ગણેશજી કહે છે મેં તો સૂર્ય રથ વાર્યો
હનુમાનજી કહે છે મેં તો લંકાગઢ બાળ્યો
નમું ગુણેશા………

ગણેશજી કહે છે મારે જનોઇનો જોટો
હનુમાનજી કહે છે મારે લાલ કછોટો
નમું ગુણેશા………

ગણેશજી કહે છે મારે શંકરદેવ પિતા
હનુમાનજી કહે છે મારે રામ અને સિતા
નમું ગુણેશા………

ગણપતિજી ના લખેલા ભજન લિરિક્સ