Kanudana Baag Ma Lyrics Krishna Garba Geet
મારા કાનુડાના બાગમાં લિરિક્સ ગુજરાતીમાં: Mara Kanuda na Bag Ma Lyrics: is krushna lokgeet and lyrics by traditional. This krishna song also has sung as krishna garba geet in dandiya raas and navratri mahostav.કાનુડાના બાગમાં Lyrics in Gujarati
એ..કાનુડાના બાગમાંચંપોને ચંપે આવ્યાં છે ફૂલ.
ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારો
માને નહીં કેમ.
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે
એ વાલા મને ઉતારામાં ઓરડાને
કાંઈ મેડીના મોલ
મોલ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે
એ સાજનને ભોજન લાપશીને
કઈ કઢિયેલ દૂધ,
દૂધ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે
એપ્રીતમને પોઢણ ઢોલીયાને
કાંઈ હિંડોળા ખાટ,
ખાટ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે