Radhaji Na Uncha Mandir Nicha Mol Lyrics in Gujarati 2023 - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, August 30, 2023

Radhaji Na Uncha Mandir Nicha Mol Lyrics in Gujarati 2023

Radhaji Na Ucha Mandir Lyrics Kanuda na Garba

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મોલ લિરિક્સ ગુજરાતીમાં: Radhaji Na Uncha Mandir is krishna garba geet and lyrics by traditional. This Krishna bhajan has sung as garba geet in raas dandiya and navratri mahostav.

Radhaji Na Ucha Mandir Lyrics

રાધાજીનાં ઊંચાં મંદિર Lyrics in Gujarati

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો'લ,
ઝરૂઝડે દીવા બળે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર.....
 
રાધા ગોરી ! ગરબે રમવા આવો
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર.....

ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ હીરા જડ્યા રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર.....

ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ પદમ જડ્યાં રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર.....

ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે અમી ઝરે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર.....

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો'લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર.....