Bhulati Nathi Sukhi Jindagi Lyrics Das Satar Bhajan
ભુલાતી નથી સુખી જિંદગી ને ગુજરાતી લિરિક્સ: Bhulati Nathi Aa Sukhi Jindagi Ne is prachin gujarati bhajan lyrics is written by Das Satar and sung by Narayan Swami.
ભુલાતી નથી એ સુખી જિંદગી ને Lyrics in Gujarati
ભુલાતી નથી એ સુખી જિંદગી ને,
હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને
સુખી જિંદગી બાળપણમાં ગુજારી,
જુવાનીએ કિધી દુઃખી જિંદગીને
હંમેશા હતી (1)
ચડી ષડરિપુને ફંદે જવાની,
બગાડે ઉમંગો ભરી જિંદગીને
હંમેશા હતી (2)
મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,
દુ:ખોમાં ગુજારે રડી જિંદગીને
હંમેશા હતી (3)
આ અવનિમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,
કુમાર્ગે ચડી વેડફી જિંદગી ને
હંમેશા હતી (4)
કહે જીવ અજ્ઞાનમાં ભાન ભુલી,
હજી હું સમજતો નથી જિંદગી ને
હંમેશા હતી (5)
વિચારીને જો જિંદગી બંદગી છે,
મુરખ તું સમજતો નથી જિંદગી ને
હંમેશા હતી (6)
તું કર સંત સમાગમ તો જીવન સુધરશે,
દુઆઓ મળે છે ભલી જિંદગીને
હંમેશા હતી (7)
કીધો બોધ સતાર શાહ સદગુરૂએ,
કૃપા મુજ પ્રભુની મળીજિદંગીને
હંમેશા હતી (8)