Mandane Sthir Kari Aavo Medanma Lyrics in Gujarati Ganga Sati

મનડાને સ્થિર કરી આવો મેદાનમાં લિરિક્સ

Mandane Sthir Kari Aave Medanma (મનડાને સ્થિર કરી આવો મેદાનમાં) lyrics is written by Ganga Sati Panbai. This is desi gujarati bhajan sung by Mathurbhai Kanjariya and music is given by Manoj and Vimal.

panbai ganga sati old bhajan lyrics

મનડાને સ્થિર કરી આવો મેદાનમાં Lyrics in Gujarati

મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,
દેખાડું હરિ કેરો દેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું,
જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી
મનડાને સ્થિર કરી

સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું
સુક્ષ્મ કરવો વે’વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,
ને વૃત્તિ ન ડોલે લગાર જી
મનડાને સ્થિર કરી

કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,
નિત્ય રે ચડાવવો નવો રંગ જી
મનડાને સ્થિર કરી

ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું
રેવું સદાય ઈન્દ્રિય-જીત રે,
ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ,
વિપરીત થાશે નહીં ચિત્ત જી
મનડાને સ્થિર કરી 


Ganga Sati na prachin bhajan lyrics

 
Download File

Leave a Comment