જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

Aavo Madi Kumkum Pagle Aavo Lyrics Lagngeet

આવો માડી કુમકુમ પગલે | Aavo Madi Kumkum Pagle Aavo Lyrics

આવો માડી કુમકુમ પગલે લગ્નગીત લિરિક્સ: Aavo Madi Kumkum Pagle is juna gujrati lagngit song and lyrics by traditional. 
 

bhatigal lagngeet lyrics

આવો માડી કુમકુમ પગલે Lyrics in Gujarati

આવો માડી કુમકુમ પગલે
આવો માડી કુમકુમ પગલે,
કે પરણે આજ લાડકડી રે
સાથે માડી ગરવા ગણેશને લાવો,
કે પરણે આજ લાડકડી રે
કુળદેવી કુમકુમ પગલે આવો
આવો માડી કુમકુમ પગલે આવો

ચંદન કેરા બાજોઠિયા રે ઘડાવો,
કે પરણે આજ લોડકડી રે…
ચારે કોર કેળનાં પાન રોપાવો,
કે પરણે આજ લાડકડી રે…
માવલડી કુળદેવી કુમકુમ પગલે આવો,
કે આવો માવલડી કુમકુમ પગલે આવો,

રાતા રંગની ચૂંદલડી રે મંગાવો,
કે પરણે આજ લાડકડી રે
કોરે કોરે મોતીડા રે મઢાવો,
કે પરણે આજ લાડકડી રે
આવો માડી કુમકુમ પગલે પધારો,
આશિષ દેજો વિનવીએ કર જોડી,
કે પરણે આજ લાડકડી રે…