Amba Abhay Pad Dayani Re Lyrics Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, January 7, 2022

Amba Abhay Pad Dayani Re Lyrics Gujarati

Amba Abhay Pad Dayni Re Garba Lyrics Gujarati

 

અંબા અભય પદ દાયની રે”, “Amba Abhay Pad Dayani Re Lyrics” sung by many gujarati singers and so on. This is Old Gujrati Mataji Garba lyrics by tretitional. માતાજીના ગુજરાતી ગરબા. Amba Abhay Pad is Prachin Hinch Gujrati Garba Perfomed in Navaratri, Marriage and Other Functions. 

image of gujarati garba amba abhay pad daayni re

અંબા અભય પદ દાયની રે Lyrics in Gujarati

અંબા અભય પદ દાયની રે
અંબા અભય પદ દાયિની રે,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય
 
હેમ હિંડોળે હિંચકે રે,
હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય
 
સંખીઓ સંગાથે કરે ગોઠડી,
આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય
 
સર્વે આરાશુર ચોક માં રે,
આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય
 
એવે સમે આકાશ થી રે,
આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય
 
કોણે બોલાવી મુજને રે,
કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય
 
મધ દરિયો તોફાન માં,
માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય
 
વાયુ ભયંકર ફૂંકતો રે,
વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય
 
પાણી ભરાણા વહાણ માં રે,
એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય
 
આશા ભર્યો હું આવીયો રે,
વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય
 
હૈયું રહે નહિ હાથ માં રે,
દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય
 
મારે તમારો આશરો રે,
ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય
 
અંબા હિંડોળે થી ઉઠયા રે,
ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય
 
સખીઓ તે લાગી પુછવા રે,
ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય
 
વાત વધુ પછી પુછજો રે,
બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય
 
ભક્ત મારો ભીડે પડ્યો રે,
હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય
 
એમ કહી નારાયાણી રે,
સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય
 
ત્રિશુલ લીધું હાથ માં રે,
તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય
 
ધન્ય જનેતા આપને રે,
ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય
 
પ્રગટ પરચો આપનો રે,
દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય
 
બધી તેની ભાંગજો રે,
સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય
અંબા અભય પદ દાયિની રે
 
 

Amba Abhay Pad Dayani Re Garba Lyrics In English

 
Maare tamaaro aasro re,
Dhao dhao mam maat bid banjani…. amba abhay…
 
Amba hindole thi uthya re,
Uthya aarasuri maat bid banjani…. amba abhay…
 
Sakhiyo te laagi puchava re,
Kya kidha pariyan bid banjani… amba abhay…  
 
Vaat vadhu pachi puchajo re,
Baal maro ghabhray bid banjani…. amba abhay…
 
Bhakt maaro bide padyo re,
Hu thi e kem sehvay bid banjani…. amba abhay…
 
Em kahi naaraayani re,
Sinhe thayo asvaar bid banjani…. amba abhay…
 
Trishul lidhu haath ma re,
Taryu vaniknu vahaan bid banjani…. amba abhay…
 
Dhany janeta aapne re,
Dhany dayana nidhan bid banjani…. amba abhay…
 
Pragat parcho aapno re,
Daya kalyan koi gaay bid banjani…. amba abhay…
 
Badhi teni bhangjo re,
Samay karjo sahay bid banjani…. amba abhay…
 

જુના ગુજરાતી માતાજીના ગરબા લિરિક્સ

 
Amba Abhay Pad Daayni Re Free Mp3
Download File