સ્વામિનારાયણ આરતી લિરિક્સ | Swaminarayan Aarti Lyrics

સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરરોજ નિત્યનિયમમાં ગવાતી પરમ પવિત્ર આરતી “જય સદગુરુ સ્વામી” તેમજ આરતી પૂર્ણ થયા પછી બોલાતી દિવ્ય સ્તુતિ અને પ્રાર્થનાના સંપૂર્ણ લિરિક્સ અહીં સરળ ગુજરાતી અને અંગ્રેજીમાં આપેલા છે.


સ્વામિનારાયણ આરતી અને સ્તુતિ : એક નજરે

• આરતી: જય સદગુરુ સ્વામી
• રચયિતા: સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી
• સ્તુતિ: કૃપા કરો મુજ ઉપર સુખનિધિ
• વિશેષતા: નિત્ય સવાર-સાંજ આરતી અને પૂજા માટે

swaminarayan-aarti-gujarati-lyrics

 

જય સદગુરુ સ્વામી આરતી લિરિક્સ (ગુજરાતીમાં)

જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી ;
સહજાનંદ દયાળુ (૨), બળવંત બહુનામી… ॥જય સદગુરુ સ્વામી॥

ચરણ-સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી ;
ચરણે શીશ ધર્યાથી (૨), દુઃખ નાખ્યાં તોડી… ॥જય સદગુરુ સ્વામી॥

નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુ ધારી, પ્રભુ દ્વિજકુળ તનુ ધારી ;
પામર પતિત ઉદ્ધાર્યા (૨), અગણિત નરનારી… ॥જય સદગુરુ સ્વામી॥

નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી ;
અડસઠ તીરથ ચરણે (૨), કોટી ગયા કાશી… ॥જય સદગુરુ સ્વામી॥

🔥 ખાસ ઓફર સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો

પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે ;
કાળ કર્મથી છૂટી (૨), કુટુંબ સહિત તરશે… ॥જય સદગુરુ સ્વામી॥

આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી ;
મુક્તાનંદ કહે મુક્તિ (૨), સુગમ કરી સિદ્ધિ… ॥જય સદગુરુ સ્વામી॥

Jay Sadguru Swami, Swaminarayan Aarti English Lyrics

 
Jai Sadguru Swami, 
Prabhu Jai Sadguru Swami…2
Sahajanand dayalu (2),
balavant Bahunami…Jai…..1
 
Charan-saroj tamara vandu kar jodi,
Prabhu vandu kar jodi;
Charane chitt dharyathi (2),
dukh nakhya todi…Jai….2
 
Narayan sukh data, dvij-kul tanu dhari,
Prabhu dvij-kul tanu dhari;
Pamar patit uddharya (2),
aganit narnari…Jai….3
 
Nitya nitya nautam lila karta Avinashi,
Prabhu karta Avinashi;
Adsath tirath charane (2), 
koti Gaya Kashi…Jai….4
 
Purushottam pragat nu je darshan karshe,
Prabhu je darshan karshe;
Kal karma thi chhuti (2),
kutumb sahit tarshe…Jai….5
 
Aa avsar karuna nidhi, karuna bahu kidhi,
Vale karuna bahu kidhi;
Muktanand kahe mukti (2),
sugam kari sidhi…Jai….6
Jai Sadguru Swami,
Prabhu Jai Sadguru Swami;
Sahajanand dayalu (2),
balavant Bahunami…Jai

 

Kirtan Lyrics Songs:

 

સ્વામિનારાયણ આરતીનો સંક્ષિપ્ત મહિમા:

આ આરતીની રચના સંવત ૧૮૫૯ માં કાલવાણી ગામે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રગટ પુરુષોત્તમ નારાયણ સ્વરૂપના દર્શન થતાં ભક્તિભાવથી ભરેલા હૃદયે મુક્તાનંદ સ્વામીએ આ આરતી ગાઈ હતી. જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ આરતી અને સ્તુતિનું ગાન કરે છે, તેના ત્રણેય તાપ (આધિ, વ્યાધિ અને ઉપાધિ) શાંત થાય છે અને જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે.


આરતી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧. આરતી હંમેશાં ઘીના કે કપૂરના દીપકથી કરવી.
૨. આરતી કરતી વખતે ભગવાનના મુખારવિંદ, હૃદય અને ચરણકમળ તરફ ભાવપૂર્વક દીપક ઘુમાવવો.
૩. આરતી પૂર્ણ થયા પછી પ્રભુને વંદન કરી સ્તુતિ અને પ્રદક્ષિણા કરવી.

 
error: Content is protected !!