Bhagude Avasar Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, June 12, 2025

Bhagude Avasar Lyrics in Gujarati

Bhagude Avsar Aavyo Song Lyrics Umesh Barot

ભગુડે અવસર આવ્યો લીરીક્સ ગુજરાતી Bhagude Avasar Lyrics: song is mogal ma new bhajan sung by Umesh Barot and Sagardan Gadhvi. Music is given by Dhaval Kapadiya and song Lyrics is penned by Kavi K.Dan. 
 
bhagude avasar song lyrics in gujarati

ભગુડે અવસર આવ્યો લીરીક્સ ગુજરાતી 


મોગલમાંના ભગુડે અવસર આવ્યો 
ઉત્સવ મોંઘા મુલનો રે લોલ
માડી મારા હૈયા હરખ્ હિલોળે.
એ દિવસ મોઘા મુલનો રે લોલ.. 

માડી તારી આરતીના અજવાળા 
આભલીયે જેમ તારલાં રે લોલ.. 
હે જગમગ જબકે સુરજ ચાંદો 
માડી તારા મંદિરીયે રે લોલ.. 
માડી તુ છો ભક્તોની ભિડ ભાંગનારી 
મોગલ મારી માવડી રે લોલ.. 
મોગલમાંના આંગણે અવસર આવ્યો

માડી તારા હોમ હવનના ધુમાડે 
દેવો ના તેદી દર્શન થયા રે લોલ.. 
આવે માડી નવલાખું નેજાળી 
ખમ્મા ખમ્માના ખમકારે રે લોલ.. 
મોગલ તારા દર્શને દુખડા ભાગે 
રાજી સૌને રાખતી રે લોલ 
મોગલમાંના આંગણે અવસર આવ્યો

મોગલ તારી મંગલ મુરતી ભાળું 
હૈયે હેમાળાની ટાઢક વળે રે લોલ 
હે માડી આજ કે દાનની કલમુ હાલી 
મોગલ તારી મહેરબીની રે લોલ.. 
હે માડી તું છો ચારણ કુળ અવતારી 
મોગલ મારી માવડી રે લોલ.. 
મોગલમાંના આંગણે અવસર આયો

Mogal Maa Nava Bhajan Lyrics

1.
2.
3.
4.