Tu Maro Dariyo Ne Kanthoy Tu Song Lyrics
તું મારો દરિયો ને કાંઠોય તું લિરિક્સ Tu Maro Dariyo Ne Kathoy Tu Lyrics song is sung by B Praak and written by Bhargav Purohit. Tu Maro Dariyo is latest Trending Gujarato song 2025 and copmosed by Artvik studios.
| તું મારો દરિયો ને કાંઠોય તું લિરિક્સ ગુજરાતીમાં |
તું મારો દરિયો ને કાંઠોય તું
તું મારો દરિયો ને કાંઠોય તું;
તું આખો દરિયો ને છાંટોય તું.
તારી નજર છે દરદનું મલમ,
દિલમાં ફસાયો એ કાંટોય તું.
હર એક જનમથી, માંગી કસમથી,
ત્યારેય મળી આપણી દોસતી.
જીવવામાં જોડે, પણ શ્વાસ છોડે,
ત્યારે સાથે જવું હોશથી
તું મારો દરિયો ને કાંઠોય તું;
તું આખો દરિયો ને છાંટોય તું.
ઝીલવા છે જાદુ ભરેલા,
સપનાઓ ચારેય આંખે;
દુનિયાને કહેવા દે ઘેલા,
એનો ભરમ એ જ રાખે;
એના સવાલોને કાને ના ધરતો,
ક્યારેક દેશું જવાબો.
એકબીજાને જ દેવાના થાશે,
આ જિંદગીના હિસાબો.
હર એક જનમથી, માંગી કસમથી,
ત્યારે મળી આવડી દોસ્તી.
જીવવામાં જોડે, પણ શ્વાસ છોડે
ત્યારેય સાથે જવું હોંશથી.
તું મારો દરિયો ને કાંઠોય તું.
તું આખો દરિયો ને છાંટોય તું.