Shiv Ne Bhajo Din Raat Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, August 7, 2024

Shiv Ne Bhajo Din Raat Lyrics in Gujarati

Shiv Ne Bhajo Jiv Din Rat Bhajan Lyrics

શિવ ને ભજો જીવ દિન રાત Shiv Ne Bhajo Din Raat bhajan lyrics is written by traditional. This is very popular gujarati shiv bhajan sung by many singers. 

shiv ne bhajo jiv din rat bhajan lyrics

 | શિવને ભજો જીવ દિન રાત લીરિક્સ ગુજરાતીમાં |

છે શક્તિ કેરો સાથ,
જટા પર ગંગ બહે દિન-રાત,
ડાક-ડમરું ના ડમડમાટ,
શંખના નાદ કરે છે વાત.
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

કાર્તિક-ગણેશ શિવ ના બાળ,
ઉમૈયા અર્ધાંગીની નાર;
દશાનન ભજે શિવ ના નામ,
તેઓ પણ કરે છે એક જ વાત;
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

શિવજી શોભે છે કૈલાશ,
ત્યાં વસે દેવો-ઋષિ-રાજ;
ચારણો નંદી ચરાવે ત્યાંજ,
કરે છે ચાર વેદ ની વાત;
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

કરે છે શિવજી તાંડવ નાચ,
દિગપાળો ના જુકતા હાથ;
જોઇને દેવો ફફડે આજ,
ભોળા ને વિનવે બેઉ હાથ;
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

હરિ ઓમ હર હર ના જ્યાં નાદ,
ત્યાં શશી-ભાણ ઉગે દિન-રાત;
તુજ વિણ દીપ "પ્રદીપ" ના વાત,
શિવ છો કણ કણ માં હયાત;
શિવ ને ભજો જીવ દિન રાત...
ભોળાને ભજો જીવ દિન રાત...

ભગવાન શંકર ના ગુજરાતી ભજન લિરિક્સ

1.
2.
3.
4.