Jene Vagya Sabdna Baan Bhajan Lyrics
જેને વાગ્યા શબદના બાણ Jene Vagya Shabd Na Baan Lyrics song has written by Ravidas. This old gujrati bhajan song. Aa bhajan ma sansarik jivan ni vaat kahi che. Jema prem, milap ne sathe sathe viyog ni pan vaat kahi che.
જેને વાગ્યા શબદના બાણ ગુજરાતી લિરિક્સ
જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.
પતિવ્રતા જેના પિયુ પરદેશે,
એની કેમ ઝંપાવું ઝાળ રે ?
નાથ વિના અમને નિંદ્રા ન આવે,
સૂતા સેજલડી શૂળી સમાન રે
જેને વાગ્યા....
દીપક દેખી જ્યારે મનડા લોભાણાં,
ત્યાં પતંગે છોડ્યા એના પ્રાણ રે,
આપ પોતાનું જ્યારે અગ્નિમાં હોમ્યું,
ત્યારે પદવી પામ્યો એ નિર્વાણ રે
જેને વાગ્યા....
ચંદ્ર ચકોરને પ્રીત બંધાણી,
બંદા ચાંદો વહે આસમાન રે,
દેહ ઉલટાવે તોય દ્રષ્ટિ ન પલટે,
જેનાં નયણાંમાં ઘૂરે એ નિશાન રે
જેને વાગ્યા....
જળ શેવાળને પ્રીત ઘણેરી બંદા,
મીન વસે જળ માંય રે,
સૂકા ગયા નીર ત્યારે પ્રાણ વછૂટ્યા,
જો જો પ્રીત કર્યાના પ્રમાણ રે
જેને વાગ્યા....
ઊડી ગઈ રજની ઢળી ગયા તિમિર,
તોય ન મટ્યાં અભિમાન રે.
કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
તોય ન મટ્યાં અભિમાન રે
જેને વાગ્યા....
કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
સ્વપ્નું સંસારિયો જાણ રે,
જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.
જેને વાગ્યા....
Desi Lakhela Bhajan Lyrics
Download Mp3