Ana ghadnara Ne Parakho Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, December 16, 2023

Ana ghadnara Ne Parakho Lyrics in Gujarati

Aena Ghadnara Ne Parakho Lyrics | Kone Banavyo Pavan Charkho Lyrics

એના ઘડનારા ને પરખો કોણે બનાવ્યો પવન ચરખો Ena Ghadnara Ne Parakho Lyrics bhajan written by Raviram. Ana ghadnara Ne Parakho is desi santvani bhajan and sung by many bhajnik in live nigth program. 

juna bhajan na lyrics

એના ઘડનારા ને પરખો Lyrics in Gujarati

એ જી એના ઘડનારા ને પરખો‚
એ જી તમે નૂરતે સુરતે નિરખો‚
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

આવે ને જાવે‚ બોલે બોલાવે‚
જિયાં જોઉં ત્યાં સરખો‚
દેવળ દેવળ કરે હોંકારા‚
પારખ થઈને પરખો
જી રે રામ‚ કોણે બનાવ્યો…

ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ
મીટયો અંધાર અંતર કો‚
ઈ અજવાળે અગમ સુઝે‚
ભેદ જડયો ઉન ઘરકો
જી રે રામ‚ કોણે બનાવ્યો…

પાંચ તત્વ કા બનાયા ચરખા‚
ખેલ ખરો હુન્નરકો‚
પવન પૂતળી રમે પ્રેમ સેં‚
જ્ઞાની હોકર નીરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો…

રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚  
મેં ગુલામ ઉન ઘરકો
ઈ ચરખાની આશ ન કરજો‚
ચરખો નંઈ રિયે સરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો…