Laving Keri Lakdiye Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, October 21, 2023

Laving Keri Lakdiye Lyrics in Gujarati

Laving Keri Lakdiye Rame Lyrics Tran Taali Garba

લવિંગ કેરી લાકડીએ લિરિક્સ ગુજરાતી: Laving Keri Lakdiye Rame Lyrics song writtrn by traditional. This is prachin tran tali lokgeet and garba beet. This type of song has sung in raas garba and navratri live program.

nava 3 taali Garba lyrics

લવિંગ કેરી લાકડીએ Lyrics in Gujarati

લવિંગ કેરી લાકડિએ
રામે સીતાને માર્યાં જો
ફૂલ કેરે દડૂલિયે
સીતાએ વેર વાળ્યાં જો

રામ તમારે બોલડિયે
હું પરઘેર બેસવા જઇશ જો
તમે જશો જો પરઘેર બેસવા,
હું વાતુડિયો થઇશ જો

રામ તમારે બોલડિયે
હું પરઘેર દળવા જઇશ જો
તમે જશો જો પરઘેર દળવા
હું ઘંટુલો થઇશ જો

રામ તમારે બોલડિયે
હું પરઘેર ખાંડવા જઇશ જો
તમે જશો જો પરઘેર ખાંડવા
હું સાંબેલું થઇશ જો

રામ તમારે બોલડિયે
હું જળમાં માછલી થઇશ જો
તમે થશો જો જળમાં માછલી
હું જળમોજું થઇશ જો

રામ તમારે બોલડિયે
હું આકાશવીજળી થઇશ જો
તમે થશો જો આકાશવીજળી
હું મેહુલિયો થઇશ જો

રામ તમારે બોલડિયે
હું બળીને ઢગલી થઇશ જો
તમે થશો જો બળીને ઢગલી
હું ભભૂતિયો થઇશ જો 

લખેલા નવા ત્રણ તાળી ગરબા લિરિક્સ

01 Ek Lal Daravaje Tambu Taniya
02 Mano Garbo Re Rame Raj
03 Unchi Talavadi Kor Pani Gyata
04 Sachi Re Mari Sat Re Bhavani Maa