Dwarka Desh Joyo New Krishna Song Lyrics
દ્વારિકા દેશ જોયો લિરિક્સ ગુજરાતીમાં: Dwarka No Desh Joyo song lyrics written by Pintu Algotar. This is new krishna bhakti song sung by Pintu Algotar, music is given by Chirag Goswami and video song released by Nagaldham Group.
દ્વારિકા દેશ જોયો Lyrics in Gujarati
દ્વારિકા દેશ જોયો
ગોકુળનો ગોવાળ જોયો
દ્વારકા દેશ જોયો,
મૂર્તિ મા મન મોહ્યા,
શામળીયાને ભાળી રોયો,
ગોમતી મા પાપ ધોયા,
રુઠેલા રૂક્ષ્મણી જોયા,
દેવ ભુમિ મા સુદ બુધ ખોયા,
તુ જસોદા નો લાડકવાયો,
નંદ ની આંખ્યો નો તારો,
ચોરી માખણ ખાનારો,
ગોવાળોનો છે સથવારો
ગોપીઓના મન હરનારો
વન વગડે ગાયો ને ચારો
રાધા ના રુદીયે રમનારો
કાળીયો તુ કામણગારો,
ગોકુળ થી મથુરા આવ્યો
માવતર ને જેલે સોડાયો
મામા તે કંસ ને પસડયો
નરસિંહ મહેતા ને મળ્યો
કુવરનો મામેરો ભરીયા,
બાવન કામ કરીયા,
મીરા ના ઝેર પીધા
રાણા ને ભક્તિ મય કીધા,
બેની સુભદ્રા ના વીર
દ્રૌપદી ના પુર્યા ચીર
અર્જુન નુ ગાંડીવ તીર
કૌરવો કર્યો તા થીર,
દ્વારિકા દેશ જોયો,,,,,,,,
ભરવાડુ ને ભાણેજ મળ્યો
જાન બાઇ ને છાણ મા મળ્યો,
જલીયાણ જોગી ને મળ્યો
મા વીર બાઇ નો હાથ માંગ્યો,
ધ્રુવ બાળા ને રંગ લાગ્યો
રણ છોડી રણછોડ ભાગ્યો,
સાકુ ને તીરથ કરાયા
વવુ વારુ થાઈ વાલો આયા,
સુશીલા નો ભરોહો રાખ્યો
દીધેલો તાંદુલ ચાખ્યો,
સુદામા ના પગ પખાળી
યારી જગે. વખાણી,
સગાળસા ની સાચી લાગણીએ
ચેલયો ખડયો ખાંડળીયે પ્રગટ્યો
તુ ઠાકર આંગણિયે
અજમલ રાજે ભક્તિ કરી
દિકરો થઈ જન્મયો તુ હરી,
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ
મારો દોયલીવેળા નો સહારો,
ગંગાસતી પાનબાઇ ને મળ્યા
ગોરા કુંભાર ને મળ્યો
રુધીર ની ભાજી જમ્યો
બળતો પ્રહલાદ ઠારયો
હરણા કંસ ને ઉભો ફાડ્યો,
બોડાણા નુ ગાડુ હાકી
દ્વારિકા થી ડાકોર આવ્યા
ડાકોર ના ઠાકોર બની
તુલસી ના પાદે તોલાયો,
દ્વારિકા દેશ જોયો,,,,
મેઘામામેપા બાપાન મળ્યો
લીંબડા વાળો ઠાકર જોયો
બોરુ બાવળિયા જોયો
નગા લાખા ને મળ્યો
ગેડીયા ની જતવાડ જોઈ
ઠાકર તારો ઠાઠ જોયો,
જય કનૈયા લાલ કી
સહ ભૂમિ ગોપાલ કી,
જહરીયો મે વીર જોયા
ઝાઝાવડા દેવ જોયો,
પંચાળ ની ધરતી જોઇ
અવલયો ઠાકર જોયો,
જોગી એ જમડી ખીર,
પાળીયાદ નો વીહળો પીર,
જય રણછોડ માખણ ચોર
ગલીયે ગલીયે ગુંજે સોર,
તુ બાવન દુવારે બેઠો
નીતિ ટેક હાજર રેતો
છોરુ ની ખબરુ લેતો
માંગ્યો વીના બધુ દેતો,
દ્વારિકા દેશ જોયો,,,,,