Ekagr Chitt Kari Sambhalo Panbai Lyrics in Gujarati – Ganga Sati Panbai

એકાગ્ર ચિત્ત કરી સાંભળો પાનબાઈ ભજન લિરિક્સ ગુજરાતીમાં

Etali Shikhaman Dai Chit Sankelyu Lyrics (એકાગ્ર ચિત્ત કરી સાંભળો પાનબાઈ) is written by Ganga Sati Panbai. “Ekagr Chitt Kari Sambhalo Panbai” is prachin bhajan sung by Vijay Chauhan.

image of ganga sati na bhajan

એકાગ્ર ચિત્ત કરી સાંભળો પાનબાઈ Lyrics in Gujarati

એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,
મોટો કહું છું ઇતિહાસ રે,
એ ઇતિહાસ સાંભળશો ત્યારે
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે
એકાગ્ર ચિત્ત કરી…

મનવાણીથી પરની વૃત્તિ જેણે,
મોજીત એવું એનું નામ રે,
ભજન કરે આઠે પ્યોર હરિનું.
લે છે નિરંતર નામ રે
એકાગ્ર ચિત્ત કરી…

વેદ કરે છે જેનાં વખાણ ને
જે ખોજ્યો ન આવે હાથ રે.
બેહદની જેણે ભક્તિ કીધી રે.
એ રમી રહ્યો તેની સાથ રે
એકાગ્ર ચિત્ત કરી…

મળવિક્ષેપ જેના મટી ગયા રે.
ટળી ગયા દૂબજાના ડાઘ રે.
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
એવાને પ્રકટે વૈરાગ્ય રે
એકાગ્ર ચિત્ત કરી… 

Download File

error: Content is protected !!