Mara Nakh Na Parvala Jevi Chundadi Lyrics Desi Lagn Geet - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, November 27, 2022

Mara Nakh Na Parvala Jevi Chundadi Lyrics Desi Lagn Geet

મારી નખના પરવાળા જેવી ચૂંદડી | Mara Nakh Na Parvada Jevi Lyrics in Gujarati

મારી નખના પરવાળા જેવી  Mara Nakhna Parvala Jevi Chundadi is desi bhatigal CHUNDADI Lagn Geet and lyrics by traditional. This is Chundadi Chhab Lagngit.
 
old gujarati marriage song lyrics

મારી નખના પરવાળા જેવી ચૂંદડી ગુજરાતી લિરિક્સ

મારા નખના પરવાળા જેવી ચુંદડી,
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી,
ઓઢોને સાહયબ જાદી ચૂંદડી....

રંગ રે કસુંબલ મેંતો કેસૂડાનો લીધો,
લીલો તે રંગ વનની વનરાયુએ દીધો,
ઓ..હો.. પીળો તે રંગ જોને ઉગતી પૂનમન
તારલીયે ટાંકી નવરંગ ચૂંદડી...

ગામને સિમાડે કરશું સામૈયાં તમારા
અંતરને ઓરડે દેશું રે ઉતારા
ઓ..હો..જે દી વાજા વગડાવો માંડવડે આવ
તે દી ઓઢું હું સાહયબા ચૂંદડી...

જો જો ના ખેલ કોઈ વસમો ન ખેલતાં,
મારી ચુંદડીને પાછી નવ ઠેલતાં,
ઓ..હો..તારા રૂદિયાની રાની બોલે બંધાણી
નહિ રે ઓઢું હું કોઈની ચુંદડી...

ઈ રે ચુંદલડીમાં વરણાંગી પ્રિત છે હો..
વરણાંગી પ્રિત એમા વાલમ કેરી પ્રિત છે
પ્રિતલડી હોય હોય પ્રિતલડી, પ્રિતલડી મારી
સમજુ સમજના સમજાય, કે મારા...

Mara Nakh Na Parvada Jevi Lyrics in English

mara nakh na parvala jevi chundadi
maari chundadi no rang raato ho laadali
odho ne saaheb jaani chundadi...

rang re kasumbal me to kesudano lidho
lilo te rang van ni vanarayu ea didho
o ho pilo te rang ugati puname didho
taaraliye taaki navrang chundadi
mara nakh na...

gaam ne shimade karashu saamaiya tamaara
antar na orade deshu re utaara
o ho jedi vaaja vagdavo maandvade aavo
tedi odhu hu saayaba chundadi
mara nakh na...

jo jo re khel koi vasamo na khelata
maari chundadi ne paachi nav thelata
o ho taara rudiya ni raani bole bandhaani
nahi re odhu hu koini chundadi
mara nakh na...

yi re chundaladi ma varnaangi prit che
varnaangi prit ema vaalam keri prit che
pritaladi hoy hoy pritladi, pritladi mari
samaju samaju ne naa samajaay
ke mara nakh na...

મારી નખના પરવાળા જેવી ચૂંદડી 2

મારી નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને રંગબેરંગી ચૂંદડી...

મારા દાદાજી દેખેને માતાજી પૂછે,
કેમ કરી ઓઢું રે નવરંગ ચૂંદડી
મારી નખના...

તમારા દાદાનાં તેડ્યાં અમે
અમે આવિયાં રે,
તમારી માતાના ગુણલા ગાશું હો લાડલી,
ઓઢો રે રંગબેરંગી ચૂંદડી...

તમારા કાકાનાં તેડ્યાં અમે આવિયાં રે,
તમારી કાકીનાં મનડાં મોહમાં હો લાડલી,
ઓઢો રે રંગબેરંગી ચૂંદડી...

તમારા મામાનાં તેડ્યાં અમે આવિયાં રે,
તમારી મામીનાં મનડાં મોહશે હો લાડલી,
ઓઢો રે રંગબેરંગી ચૂંદડી...

તમારા વીરાનાં તેડ્યાં અમે આવિયાં રે,
તમારી ભાભીના ગુણલા ગાશું હો લાડલી,
ઓઢો રે રંગબેરંગી ચૂંદડી...

જુના ભાતીગળ લગ્નગીતના લિરિક્સ ૨૦૨૨
1.
2.
3.