ગોમડે જતા વચમાં આવી નિહાળ | Gomade Jata Vachama Aavi Nihal Lyrics in Gujarati
ગોમડે જતા વચમાં આવી નિહાળ લિરિક્સ
એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
એ નેહાળ જોઈને મન આઈ તારી યાદ
હો એક પાટલી એ બેહેલા ભેરૂ હતા આપણે
સમય વીતેલો પાછો આવે ના આજ રે
એ ગોડા મારા
એ વર્ષો જૂની છે આ નોનપણની વાત
નેહાળ જોઈ ને આજે આઈ તારી યાદ
એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
નેહાળ જોઈને આજ આઈ તારી યાદ
આભ ના તારા ગણી દાડા અમે કાઢતા
વર્ષો વીત્યા તારૂ મોઢું જોવા માંગતા
એ સમય હારે હવે બધા બદલઈ જ્યાં
હવ હવ ના વગે આજ બધા થઇ જ્યાં
હો બીજા હારે વાત અમે કરતા રે જોયેલા
છોનું છોનું એ દી બહુ અમે રે રોયેલા
એ હોંભળ ગોડા
૨ વાગ્યા નો બેલ પડયો નતી થઇ રે મુલાકાત
નેહાળ જોઈને આજે આવી તારી યાદ
ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
નેહાળ જોઈને મને આઈ તારી યાદ
માસ્તર ભણાવતા અમે તને જોઈ રહેતા
તારામાં ને તારામાં ગોડા લેસન ભૂલી જતાં
તને રાજી કરવા નેહાળે નંબર બીજો લાવતા
પોંચ વાગ્યાની બસમાં ઘેર હારો હાર જતાં
છેલ્લી વાર જોડે અમે પ્રવાસે જયેલા
સૂર્ય મંદિરે રોણકી વાવ મેહોણા ફરેલા
એ બિટ્ટુડા મારા
એ ઉનાળાનો દાડો મને કદીએ ના ભુલાય
છૂટી જ્યો તો એ દાડો ગોડા તારો મારો સાથ
ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
નેહાળ જોઈને મને આવી તારી યાદ